દેશમાં કોરોનાના તાંડવની વચ્ચે રાહતના સમાચાર એ છે કે કોરોનાને હરાવનારાની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં રેકોર્ડ 3 લાખ લોકોએ કોરોનાને હરાવી સાજા થયા છે.
ગત કેટલાક દિવસોમાં સતત આ સંખ્યા વધી રહી છે. જો ગત 5 દિવસના આંકડા જોઈએ તો 30 એપ્રિલે 297540, 29 એપ્રિલે 269507, 28 એપ્રિલે 261162, 27 એપ્રિલે 251827 તથા 26 એપ્રિલે 219272 લોકો સાજા થયા છે. વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગના નિર્દેશક પ્રોફેસર જુગલ કિશોરે કહ્યુ કે આ સંકેત પોઝિટિવ છે.
મહારાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 69710 લોકો સાજા થયા છે. આ આંકડો સંક્રમિત થનારાની સરખામણીએ વધારે છે. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં 7619નો ઘટાડો નોંધાયો છે.
આ પ્રકારણે મધ્ય પ્રદેશમાં 13, 584 દર્દી સાજા થયા છે. તથા એક્ટિવ કેસમાં 1281નો ઘટાડો નોંધાયો છે. આ રીતે મિજોરમમાં એક્ટિવ કેસ 44, લદ્દાખમાં 147 અને દાદરા નગર હવેલીમાં 148 ઓછા થયા છે. મિઝોરમમાં કોઈ નવા દર્દી નથી આવ્યા. ગત 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશમાં 32494, દિલ્હીમાં 25288, કેરળમાં 17500, તમિલનાડુમાં 16007, કર્ણાટકમાં 14884, પશ્ચિમ બંગાળમાં 13932, છત્તીસગઢ 13677 તથા બિહારમાં 11194 દર્દી સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સૌથી વધારે સંક્રમિત 10 રાજ્યોમાં કુલ સાજા થનારા લોકોના 76 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.