મહારાષ્ટ્રના નાગપુરની હોસ્પિટલમાં ગઇકાલે રાતે આગ લાગતા કોરોનાની ચાર દર્દી મોતના મુખમાં ધકેલાય ગયા હતા. હોસ્પિટલમાં દાખલ અન્ય 27 દર્દીને બચાવવામાં આવ્યા હતા.
પોલીસે આ મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. ગત મહિને ભાંડુપ (પશ્ચિમ) એલ.બી.એસ. રોડ પર ડ્રિમ્સ મૉલમાં સનરાઇઝ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગમાં કોરોનાના 11 દર્દીએ જીવ ગુમાવ્યો હતો.
વાડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે નાગપુર-અમરાવતી રોડ પર વાડી પરિસરમાં વેલટ્રિટ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દી દાખલ હતા. હોસ્પિટલના આઇસીયુમાં ગઇકાલે રાતે અંદાજે આઠ વાગ્યે આગ લાગી હતી.
અગ્નિશામક દળના જવાનો અને હોસ્પિટલના કર્મચારીની મદદથી અન્ય દર્દીઓની બહાર કાઢવામાં આવ્યા હતા. આગમાં ધુમાડાને લીધે દર્દીની તબીયત વધુ બગડી ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.