મહરાષ્ટ્રમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કેસ બાદ હવે ત્યાંની સરકારે મહારાષ્ટ્રમાં આવતા લોકો પર આકરા નિયમો મૂક્યા છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રવિવારે મહારાષ્ટ્ર સરકારે દેશની રાજધાની દિલ્હી (New Delhi) સહિત સાત વિસ્તારોને સંવેદનશીલ જાહેર (Sensitive Origin) કર્યા છે.
મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કંતેના હસ્તાક્ષણ સાથેના આદેશમાં કેરળ, ગોવા, ગુજરાત, દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR), રાજસ્થાન અને ઉત્તરાખંડને સંવેદનશીલ સ્થળો જાહેર કરવામાં આવ્યા છે.
આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા તમામ લોકોએ 15 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટિન રહેવું પડશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.