મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે કોરોના સંક્રમિત આવ્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે તેમની તબિયત સારી છે અને તેઓ ડોક્ટરની સલાહ લઈ રહ્યા છે.
ટોપેએ લખ્યું છે કે તેઓ કોરોનાને હરાવીને ફરીથી સેવામાં લાગી જશે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઈમરજન્સી બેઠક બોલાવી છે.
મહારાષ્ટ્રમાં રવિવારે કેસ વધવાના કારણે અમરાવતી, અકોલા અને યવતમાલમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ 3 જિલ્લામાં શનિવારે રાતે 8 વાગ્યાથી સોમવાર સવાર સુધી લોકડાઉન રહેશે.
બીએમસીએ નવા નિયમોના અનુસાર આદેશ આપ્યા છે કે 5થી વધારે કેસ વાળી બિલ્ડિંગને સીલ કરાશે. અહીં લગ્ન અને સાર્વજનિક ઉત્સવોમાં 50થી વધુ લોકોના ભેગા થવા પર કેસ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.