મહારાષ્ટ્ર ના પાલઘર થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 32 વર્ષીય એક યુવક પર પોતાની પ્રેમિકાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શખ્સે પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી તેની લાશને દીવાલમાં ચણી દીધી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વૃંદાવન દર્શન કોમ્પલેક્સના ફ્લેટ નંબર 101માં સૂરજ હરમલકર અને તેની લિવ ઇન પાર્ટનર અમિતા મોહિતે રહેતા હતા. આ વિસ્તારના લોકોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક દિવસોગી માત્ર સૂરજ જ જોવા મળી રહ્યો હતો. અમિતા અચાનકથી જ ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી.
લાશ લગભગ સડી ચૂકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ લાશ લગભગ 4 મહિના જૂની હતી. સૂરજ અને અમિતા આ ફ્લેટમાં ભાડે રહેતા હતા. પોલીસે અમિતા મોહિતેની લાશને કબજામા; લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. બીજી તરફ પૂછપરછ માટે સૂરજની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.