મહારાષ્ટ્રમાં સત્તાના ખેલ વચ્ચે ફ્લોર ટેસ્ટની ઉઠી માગ, આવતીકાલે સુપ્રીમમાં સુનાવણી

મહારાષ્ટ્રમાં સત્તાનો ખેલ અને રાજકીય સાંઠગાંઠ હવે સુપ્રીમ કોર્ટના દ્રારે પહોંચી છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની વડપણ હેઠળની બેન્ચે તમામ વકિલોની દલીલો સાંભળી હતી જે પછી ચૂકાદો આવતીકાલ પર મુલતવી રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ જારી કરી હતી. જેથી હવે મહારાષ્ટ્રમાં સત્તા માટેના ખેલની સુનાવણી આવતીકાલે કરવામાં આવશે.

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ મહારાષ્ટ્રમાં સત્તાની રાજનીતિ અને સોગઠા ગોઠવવાની રણનીતિ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી. જેના કારણે મહારાષ્ટ્રમાં ભાજપ અને બળવાખોર અજીત પવારે શપથ ગ્રહણ કરી લેતા મામલો રાજકીય રીતે બિચક્યો હતો. જેની સામે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ લાલ આંખ કરતા મહારાષ્ટ્રની રાજનીતિને સુપ્રીમ કોર્ટના દ્રારે લઈ ગઈ હતી.

આજે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચ વકિલોની દલીલો સાંભળી હતી. જેમાં અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ દ્રારા ફ્લોર ટેસ્ટ કરવાની માગ પર અડગ રહ્યા હતા. તેમણે પોતાની દલીલોમાં કહ્યું હતું કે, રાજ્યપાલ કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહ્યા છે. જેથી તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરવામાં આવે. કપિલ સિબ્બલે 15 મિનિટ સુધી દલીલ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, આ તમામ ખેલ અડધી રાત્રે ખેલાયો. સિબ્બલ અને સિંઘવી બંન્નેએ મહારાષ્ટ્રની રાજનીતિની વાત કર્ણાટક અને ગોવા રાજ્યોમાં થયેલી સત્તાની સાંઠગાઠ સાથે સરખાવી હતી. સિબ્બલે કહ્યું હતું કે, ધારાસભ્યોને બોલાવવાનો કોઈ રેકોર્ડ નથી.

અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, જોડતોડની આ રાજનીતિ પર લગામ લગાવવાની જરૂર છે. રાતો રાત કેવી રીતે સરકાર બનાવી શકે સાથે જ તેમણે ફ્લોર ટેસ્ટનું લાઈવ ટેલિકાસ્ટ કરવાની માગ પણ કરી હતી. તેમણે કહ્યું કે, ફ્લોર ટેસ્ટ સંવિધાનની પ્રક્રિયાનો જ એક ભાગ છે.

ત્રણે જજોએ તમામ દલીલોને સાંભળ્યા બાદ જસ્ટીસ રમન્નાએ કહ્યું હતું કે, બહુમત સાબિત કરવી જ પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પ્રકારના નિયમો નિશ્ચિંત છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જલ્દી જ સત્ર બોલાવવાનો આદેશ ન આપી શકીએ. આ અંગે રોહતગીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અમને 2-3 દિવસનો સમય આપે. જેની સામે કોર્ટે આવતીકાલે સુનાવણીના સંકેત આપ્યા. કોર્ટે તમામ પક્ષોને નોટિસ જારી કરી છે. આ સાથે જ કોર્ટે આવતીકાલે બીજી વખત સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.