જૂનાગઢના ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમો પવિત્ર મહાશિવરાત્રીના અંતિમ દિવસે રાત્રીના 12 વાગ્યે મૃગીકુંડમાં સાધુ સંતોના શાહીસ્નાન બાદ વિધિવત રીતે મેળો સંપન્ન થયો હતો.અને આ વર્ષે મેળાની લાખો લોકોએ મુલાકત લઈ મનભરીને મેળો માણ્યો હતો.
જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં પાંચ દિવસીય યોજાયેલા મહાશિવરાત્રીનો મેળો ગઇકાલે રાત્રીના વિધિવત રીતે સંપન્ન થયો હતો. ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થયો હતો. અને શાહી સ્નાન સમયે સાધુ સંતો અને ભક્તોના હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ શિવમય બની ગયુ હતુ
શિવરાત્રીની મધ્યરાત્રીએ ભવનાથ ધામમાં શાહી રવેડી નીકળી હતી જે મેળાનું આકર્ષણ બની હતી.અને જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા. તો બીજી તરફ આ રવેડીને જોવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પણ ભવનાથ વિસ્તારમાં ઉમટ્યા હતા.
મહત્વનું છે કે કોરાના કાળ બાદ આયોજીત મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસમાં અંદાજે 15 લાખથી વધુ લોકોએ ભવનાથ મહાદેવના આસ્થાપૂર્વક દર્શન કરી ધન્યતા પ્રાપ્તિ કરી અને મેળાની મોજ માણી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.