સુરત: વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના સરકાર નોમીનેટ સેનેટ સભ્ય ગૌરાંગ વૈધ વિવાદમાં આવ્યા છે. તેમણે સોશિયલ મિડયામાં મહાત્મા ગાંધી વિશે અભદ્ર અને અશોભનીય ટીપ્પણીઓ કરતા તેમના વિરૂધ સુરત યુથ કૉંગ્રેસના માજી પ્રમુખે પોલિશ કમિશ્નરમાં અરજી આપી ફરિયાદ દાખલ કરી ગૌરાંગ વૈધ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ તેને તાત્કાલીક અસરથી સેનેટ પદેથી દુર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સોશિયલ મીડિયામાં અંગ્રેજોના દલાલ અને ડાકુ ગણાવનાર ગૌરાંગ વૈધ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય છે. તેમણે, ફેસબુક અને એબીવીપીના વોટ્સએપ ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર અને અશોભનીય ટીપ્પ્ણીઓ કરતા લોકોમાં રોષ ફેલાઇ ગયો હતો.
2 જી ઓક્ટબરે દુનિયા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવી રહી હતી, ત્યારે જ આ શખ્સે આવી ટિપ્પણી કરીને બાપુનું અપમાન કર્યું હતુ. ગૌરાંગ વૈધે બાપુની સરખામણી ડાકુઓ સાથે કરતી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતુ કે, આ બાપુ નથી હિન્દુસ્તાની ડાકુ છે, ગાંધીને હું દિલથી નફરત કરું છું, ભાગલા સમયની લડાઈમાં હિન્દુ-શીખોના મોત માટે તેઓ જ જવાબદાર હતા!
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.