મહેબૂબા મુફતીને છોડી મુકે સરકાર, રાહુલ ગાંધી આવ્યા સમર્થનમાં

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને આડે હાથ લીધી છે.

કોરોના વાયરસ, ચીન સાથેના તનાવના મુદ્દે સરકારની સતત ટીકા કરી રહેલા રાહુલ ગાંધીએ હવે નવો મુદ્દો આગળ ધર્યો છે.રાહુલ ગાંધીએ હવે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુક્તિની માંગણી કરી છે.

રાહુલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, દેશની લોકશાહીને તે સમયે જ ભારે ફટકો પડ્યો હતો જ્યારે ભારતની સરકારે ગેરકાયદેસર રીતે રાજકીય નેતાઓને બંદી બનાવ્યા હતા.હવે મહેબૂબા મુફ્તિને છોડી મુકવાનો સમય આવી ગયો છે.

રાહુલ ગાંધી પહેલા પાર્ટીના સિનિયર નેતા પી.ચિદમ્બમરે પણ મુફ્તીની નજરકેદ વધારવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.તે્મણે કહ્યુ હતુ કે, 61 વર્ષના પૂર્વ સીએમ મુફતી કેવી રીતે જાહેર સુરક્ષા માટે ખતરો હોઈ શકે તે સમજાતુ નથી.સરકાર નાગરિકોના અધિકારો પર હુમલો કરી રહી છે.

ચિદમ્બરમે આગળ કહ્યુ હતુ કે, શું મહેબૂબા મુફ્તી સરકારના કલમ 370 હટાવવાના નિર્ણયનો વિરોધ કરે તો ગુનો છે, કેમ તે તેમને બોલવાના અધિકારમાં નથી આવતુ?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.