મહેન્દ્ર સિંહ ધોનીને ભાજપ નેતા સુબ્રમણિયમ સ્વામીએ લોકસભા ચૂંટણી લડવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહ્યું છે. રિટાયરમેન્ટ બાદ તેઓ શું કરવાના છે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ રાજનીતિમાં આવવા માટેની ઓફર તેમને મળી ગઇ છે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ કેપ્ટન કૂલને 2024ની લોકસભા ચૂંટણી લડવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે ધોનીએ અચાનક રિટાયરમેન્ટની જાહેરાત કરીને બધાને ઝટકો આપ્યો હતો. ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.

નિવૃતિની જાહેરાત કર્યાના બીજા જ દિવસે સુબ્રમણિયમ સ્વામીએ તેમને રાજનીતિમાં આવવાની ઓફર કરી છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એમએસ ધોની માત્ર ક્રિકેટમાંથી નિવૃત થઇ રહ્યા છે, બીજા કશામાંથી નહીં. મુશ્કેલીઓ સામે લડવાની તેમની પ્રતિભા અને એક ટીમને નેતૃત્વ પુરુ પાડવાની જે ક્ષમતા તેમણે ક્રિકેટમાં દર્શઆવી છે, તેની સાર્વજનિક જીવનમાં પણ ઘણી જરુર છે. તેમણે 2024માં લોકસભા ચૂંટણી લડવી જોઇએ.’

ધોનીની નિવૃતિની જાહેરાત બાદ લોકો તેમને સતત શુભેચ્છાઓ આપી રહ્યા છે. તો તેમના પ્રશંસકો દુખી થઇ રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિશ્વ ક્રિકેટને તેમના હેલિકોપ્ટર શોટની યાદ આવશે. તો કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે ધોની અમારા દિલમાંથી ક્યારેય નિવૃત નહીં થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.