મહેશ ભટ્ટ અને કરણ જોહરને કેમ સમન્સ નથી મોકલ્યા, મુંબઇ પોલીસ માત્ર તપાસનો દેખાડો કરે છે

– સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાના મુદ્દે કંગનાનો સવાલ
– મુંબઇ પોલીસ તપાસનો દેખાડો કરે છે એવો આક્ષેપ

ટોચની અભિનેત્રી કંગના રનૌતે મુંબઇ પોલીસ પર એવો આક્ષેપ કર્યો હતો કે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાની તપાસના બહાને મુંબઇ પોલીસ માત્ર દેખાડો કરી રહી હતી.

કંગનાએ સોશ્યલ મિડિયા પર બે વિડિયો ક્લીપ મૂકી હતી અને એવો સવાલ પૂછ્યો હતો કે સુશાંતના આપઘાત કેસમાં બે ટોચના ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને કરણ જોહરને કેમ મુંબઇ પોલીસે સમન્સ મોકલ્યા નથી એ સમજાતું નથી.

સોશ્યલ મિડિયા ઉપરાંત એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં એમ કહીને કંગનાએ સનસનાટી મચાવી દીધી  હતી કે સુશાંતના કમોત સાથે જે ચાર મોટાં માથાં સંકળાયેલાં છે એમની પૂછપરછ કેમ કરાતી નથી એ કહો. તેણે ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે મુંબઇ પોલીસ સુશાંતની આત્મહત્યાની તપાસના બહાને માત્ર દેખાડો કરી રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.