મહિલા બનીને ઓલિમ્પિક મેડલ જીતનાર બોક્સર પુરુષ નીકળી, મેડિકલ રિપોર્ટના અંગત ખુલાસા, હવે શું થશે?…

અલ્જેરિયાની બોક્સર ઈમાન ખેલીફે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન ઈમાનના જેન્ડરને લઈને વિવાદ થયો હતો અને હાલ તેનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે.

પેરિસ ઓલિમ્પિક 2024માં 66 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફ ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. ઓલિમ્પિક દરમિયાન ઈમાનના જેન્ડરને લઈને વિવાદ થયો હતો અને હાલ તેનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે.

ફરી એક વખત ઈમાન ખલીફના જેન્ડરને લઈને વિવાદ થયો છે અને મેડિકલ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ઈમાન ખલીફા બાયોલોજિકલ રીતે પુરુષ છે કારણ કે તેના શરીરમાં XY ક્રોમોસોમ મળી આવ્યા છે.

ઈમાન ખલીફા હવે લીક થયેલા મેડિકલ રિપોર્ટના કારણે તપાસના ઘેરામાં આવી છે. અહેવાલ મુજબ, ખલીફ પાસે અંડકોષ અને XY ક્રોમોસોમ છે. તેમની અંદર કોઈ ગર્ભાશય નથી, જે સ્ત્રીઓમાં હોય છે. ખલીફ 5-આલ્ફા રિડક્ટેઝની ઉણપથી પ્રભાવિત છે, જે માત્ર બાયોલોજિકલ પુરુષોમાં જોવા મળતા જાતીય વિકાસની વિકૃતિ છે.

પેરિસમાં ઓલિમ્પિક દરમિયાન, ઈમાનના જેન્ડર વિશે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેની એક વિરોધીએ તેના મુક્કાને “પુરુષ જેવા” કહીને મેચ છોડી દીધી હતી. સાથે જ જાણીતું છે કે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA) એ પહેલા જ ઈમાન મહિલા સ્પર્ધાઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પહેલીવાર નથી જ્યારે ઈમાન ખલીફના જેન્ડર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને 2023માં તો દિલ્હીમાં બોક્સિંગ એસોસિએશને ઈમાનને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.