મહિલાઓ વિરૂદ્ધ રાક્ષસી કૃત્ય કરનારાઓને જલ્દીમાં જલ્દી…’, લાલ કિલ્લા પરથી PM મોદીનો હુંકાર..

Independence Day 2024 Latest News : PM મોદીએ કહ્યું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં તાકાત બતાવી રહી છે, તેમનું નેતૃત્વ પણ વધ્યું છે. પરંતુ જ્યારે મહિલાઓ પર અત્યાચારના બનાવો બને છે ત્યારે ચિંતા થાય છે.

Independence Day 2024 : દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. PM મોદીએ લાલ કિલ્લાની કિલ્લા પરથી મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. PM મોદીએ કહ્યું કે, જ્યારે દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે મનમાં દર્દ થાય છે. તેમણે કહ્યું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં તાકાત બતાવી રહી છે, તેમનું નેતૃત્વ પણ વધ્યું છે. પરંતુ જ્યારે મહિલાઓ પર અત્યાચારના બનાવો બને છે ત્યારે ચિંતા થાય છે. PM મોદીએ કહ્યું કે, મહિલાઓ વિરૂદ્ધ ગુનાઓને વહેલી તકે સજા મળવી જોઈએ અને તપાસ ઝડપી થવી જોઈએ.

PM મોદીએ લાલ કિલ્લા પરથી મોટું નિવેદન આપતા કહ્યું કે, લોકો અમારી માતાઓ, બહેનો અને દીકરીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ગુસ્સે છે. આ ગુસ્સાને ગંભીરતાથી લેવો જોઈએ.જેઓ ભયંકર કૃત્ય કરે છે તેમને વહેલી તકે સજા થવી જોઈએ. રાક્ષસી કૃત્યો કરનારાઓમાં ભય પેદા કરવો એ સમયની જરૂરિયાત છે.

આરોપીને કડક સજા મળવી જોઈએ: PM મોદી

PM મોદીએ કહ્યું, આજે હું ફરી એકવાર લાલ કિલ્લા પરથી મારી પીડા વ્યક્ત કરવા માંગુ છું. એક સમાજ તરીકે આપણે મહિલાઓ પર થતા અત્યાચારો અંગે ગંભીરતાથી વિચારવું પડશે. તેની સામે દેશમાં રોષ છે. હું આ ગુસ્સો અનુભવી શકું છું. દેશ, સમાજ અને રાજ્ય સરકારોએ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. મહિલાઓ સામેના ગુનાઓની ત્વરિત તપાસ થવી જોઈએ, આ ભયંકર કૃત્યો કરનારાઓને વહેલી તકે કડક સજા થવી જોઈએ અને સમાજમાં આત્મવિશ્વાસ જગાડવા માટે આ મહત્વપૂર્ણ છે.

પાપીઓમાં ડર પેદા કરવો જરૂરી: PM મોદી

PM મોદીએ કહ્યું કે, હું એ પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ બળાત્કાર કે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે તેની વ્યાપક ચર્ચા થાય છે. પરંતુ જ્યારે આવી રાક્ષસી વૃત્તિ ધરાવતી વ્યક્તિને સજા થાય છે ત્યારે તે સમાચારમાં નથી હોતી પરંતુ એક ખૂણા સુધી મર્યાદિત રહે છે. સમયની જરૂરિયાત એ છે કે, સજા પામેલા લોકો પર વ્યાપક ચર્ચા થવી જોઈએ જેથી કરીને પાપ કરનારાઓ સમજી શકે કે આનાથી મૃત્યુદંડ થાય છે. મને લાગે છે કે આ ડર પેદા કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નોંધનિય છે કે, 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓની પ્રશંસા કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી. તેમાં રાષ્ટ્રીય ચિંતાઓથી લઈને સુધારા સુધીના મુદ્દાઓ સામેલ હતા. PM મોદીએ કહ્યું કે, જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. દેશને સમૃદ્ધિ તરફ લઈ જવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.