તારક મહેતા સીરિયલ ની ફેમસ એકટરની,ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે,મહિલા સશક્તિરકણ પર હશે ફિલ્મ

12 વર્ષો સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  ની સાથે જોડાયેલી જૂની અંજલી ભાભી એટલે કે નેહા મહેતા હવે ગયા વર્ષે શોથી અલગ થઈ છે.  તેના મેકર્સ પરેશાન છે તો ફેન્સ નિરાશ થયા છે. આ પછી મીડિયામાં અનેક ન્યૂઝ આવ્યા કે નેહા મહેતા શોમાં પરત આવી શકે છે. પણ રિયલમાં એવું થશે નહીં. શો છોડ્યા બાદ નેહાએ કહ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી અલગ થયા બાદ તેઓને લાગ્યું કે તે ઘણું કરી શકે છે.

શોમાં રોલ કરતા પહલા નેહા એક હિંદી ફિલ્મ EMIમાં જોવા મળી હતી. તેમા સંજય દત્ત લીડ રોલમા હતા. આ પછી તારક મહેતામાં તેમને ઓફર મળી હતી,  શરૂમાં તે અંજલી મહેતાના કેરેક્ટરને લઈને શ્યોર ન હતા પણ તેઓએ તેને સારી રીતે નિભાવ્યો અને 12 વર્ષ સુધી શો સાથે જોડાયેલી રહી.

નેહાએ શો છોડ્યા બાદ સુનૈના ફોજદાર અંજલીનો રોલ કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ તેને આ રોલમાં પસંદ કરી રહ્યા છે. સુનૈના ફોજદાર ગયા વર્ષે આ કોમેડી શો સાથે જોડાઈ હતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.