મહિલાએ પતિ ટ્રેકટર ચલાવતા એજ ટ્રેકટર જાતે શીખી,જમીનમાલિકની 50 વીંઘા જમીન સંભાળી લીધી જાતે,જાણો….

ઉમરાચી ગામમાં રહેતા લલિતા બહેન તેમના પતિ સતીશભાઈ પટેલ જેઓ ભરૂચ રહેતા ખેતરમાલિક દીપેશ ગોહિલની 50 વીંઘા જમીનમાં ટ્રેકટર ચલાવી ખેડતા અને મજૂરી કરતા,લગ્નજીવનમાં બે દીકરી અને એક દીકરો થયા.ત્યારબાદ પતિ સતીષભાઈને દાઢનું કેન્સર થતા તેઓનું મૃત્યુ થયું.

જાણે લલિતાબેન પર આભ તૂટી પડ્યું હોય તેમ નાના નાના ત્રણ બાળકો સાથે લલિતાબેન વિધવા બની નિસહાય બન્યા. કઈ રીતે પરિવારનું ભરણ પોષણ થશે?તેમ વિચારતા હતાને ત્યાં મક્કમ મને વિચાર કર્યો કે પતિ હયાત હતા ત્યારે રમત રમતમાં ટ્રેકટર ચલાવતા શીખવતાને થોડું ઘણું ટ્રેકટર આવડી પણ ગયું.

માલિકના ખેતરમાં પતિ ટ્રેકટર ચલાવતા એજ ટ્રેકટર જાતે શીખી જમીનમાલિકની 50 વીંઘા જમીન જાતે સંભાળી લીધી. સાથે સાથે ત્રણ બાળકોની જવાબદારી પણ ખરી.કોઈ શુ કહેશે એવો વિચારને બાજુએ મૂકી એક મહિલા પોતાની હિંમતથી શુ કરી શકે છે એ લલિતાબેને સિદ્ધ કરી દસ વર્ષથી જાતે ટ્રેકટર ચલાવી 50 વીંઘા જમીનમાં કામ કરે છે.

લલિતાબેન પશુપાલન પણ કરે છે.એકલે હાથે પતિના મૃત્યુ બાદ 50 વીંઘા જમીન સંભાળવી અને ત્રણ બાળકોનું ભરણપોષણ કરવું એ મક્કમ મન અને હિંમત વિના શક્ય નથી.બેન અમારા ઉમરાછી ગામનું ગૌરવ છે.વિશ્વ મહિલા દિવસે એમના માંથી અન્યોએ પ્રેરણા લેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.