મહિલાને આ કામ માટે 5 કરોડ રુપિયા આપ્યા હતા,એક મુખ્ય નેતા સામેલ છે આ ષડયંત્રમાં

કર્ણાટક સરકારમાં મંત્રી રહેલા રમેશ જારકીહોલીએ દાવો કર્યો છે કે તેમને સેક્સ સીડી મામલામાં ફસાવવામાં આવ્યો છે. રમેશનો દાવો છે કે રાજ્યના મહાનાયક(શીર્ષ નેતા)એ તેમને ફસાવ્યા અને જે મહિલા સીડીમાં દેખાય છે તેને આ કામ માટે 5 કરોડ રુપિયા આપ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જારકીહોલીએ દાવો કર્યો કે તેમના રાજનીતિક કરિયરને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

ભાજપ નેતાએ કહ્યુ કે એક મુખ્ય નેતા આ ષડયંત્રમાં સામેલ છે. મને અપમાનિત કરનારાઓને જેલ મોકલાવી ન દઉં ત્યાં સુધી હું ચૈનથી નહીં બેસુ.

રમેશે દાવો કર્યો કે ષડયંત્ર રચનારા લોકો બેંગલુરુ વિસ્તારના હતા.  ન કે તેમના ગૃહ ક્ષેત્ર બેલગાવીના. તેમણે કહ્યુ છે કે મને અને મારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરવાને લઈને તમામ માહિતી ભેગી કરી રહ્યો છું. પૂર્વ રાજ્ય જળ સંસાધન મંત્રીએ કહ્યુ કે ઉચ્ચ નેતા અને અન્યની જાણકારી આપવી ઉતાવળ ગણાશે.

રમેશે કહ્યું કે યશવંતપુર અને ઉત્તરી બેંગ્લુરુના ઓરિયન મોલ વિસ્તારમાં ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મહિલાને 5 કરોડ રુપયા આપ્યા છે. તેણે વિદેશમાં એક અપાર્ટમેન્ટ આપવામાં આવ્યો છે. અમે તમામ જાણકારી ભેગી કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.