મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (Mahindra & Mahindra) IIT Madrasમાં બનેલા રિસર્ચ-બેસ્ડ કેરેવેન બનાવનારી કંપનીએ કેપરવન ફેક્ટરી સાથે હાથ મિલાવ્યા છે.અને આ કોલેબરેશનમાં ભારતીય બજાર માટે બજેટમાં ફિટ બેસનારી લક્ઝરી કેમ્પર બનાવવાનો કરાર કરવામાં આવ્યો છે.અને આ બોલેરો ડબલ-કેબ કેમ્પર ગોલ્ડ પ્લેટફોર્મ પર આધારિત હશે, જેને ખાસ રીતે સેલ્ફ-ડ્રાઇવ ટુરીઝમ સેક્ટર માટે તૈયાર કરવામાં આવી રહી છે. આનાથી Covid-19 મહામારી દરમિયાન સહેલાણીઓનું ધ્યાન ખેંચવામાં આવી શકશે. મહિન્દ્રાએ આના વિશે જાણકારી પણ આપી છે કે, પહેલીવાર કોઈ OEM દ્વારા કેરવેન સેગમેન્ટમાં આ પ્રકારનું વાહન બનાવવામાં આવી રહ્યું છે.
પ્રેસને આપવામાં આવેલા નિવેદનમાં મહિન્દ્રાએ જાણકારી આપી છે કે, બોલેરો ગોલ્ડ કેમ્પર પર બનેલા લક્ઝરી કેમ્પર ટ્રકની સાથે ઘણી સારી સુવિધાઓ આપવામાં આવશે, જેમાં સ્માર્ટ વોટર સોલ્યુશન, સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવેલુ ફિટિંગ અને આરામદાયક ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે, જે મુસાફરોને ખૂબ જ પસંદ આવશે. દરેક કેમ્પર ટ્રકમાં ચાર લોકોના ઊંઘવાની વ્યવસ્થા કરાશે અને ચાર લોકો બેસી શકે અને જમી શકે તેવી પણ વ્યવસ્થા કરાશે, બાયો ટોયલેટ અને શાવરની સાથે વોશરૂમનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે નાનું ફ્રીઝ અને માઇક્રોવેવની સાથે તમામ સુવિધાઓથી લેસ કિચન તેમજ વિકલ્પમાં એર કન્ડિશનરનો પણ આમાં સમાવેશ થાય છે.
આ વાહનને ચલાવવા માટે કોઈ ખાસ પ્રકારના લાયસન્સની જરૂર નથી પડતી અને ટૂર એજન્સીઓ આ વાહનોને ભાડા પર આપી શકે છે. એવામાં મુસાફરોને ના ફક્ત અંગત મુસાફરી મળશે, પરંતુ તે સુરક્ષિત પણ હશે. મહિન્દ્રા ઓટોમેટીવના (Mahindra Automotive) માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ હરીશ લાલચંદાનીએ આ વિશે વધુમાં જણાવ્યું હતું કે, આ સેક્ટરમાં મહિન્દ્રાની એન્ટ્રીથી ટ્રાવેલિંગ પસંદ કરવાવાળા એ લોકોની તમામ જરૂરતો પૂરી થાય છે, જેમના માટે રસ્તો જ મુકામ છે અને મુસાફરી દરમિયાન તેઓ ફુલ આઝાદી ઇચ્છતા હોય છે.અને મહિન્દ્રાનું માનવામાં આવે તો આ વાહન પ્રવાસીઓને દુર-દુરના એ સ્થળો પર જવા માટેની પરમિશન આપે છે, જ્યાં રોકાવાની વધુ વ્યવસ્થા નથી હોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.