Mahindra Scorpio એ ભારતમાં સૌથી લોકપ્રિય SUV કાર છે. ખરીદદારો તેના નવા જનરેશન મોડલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કંપની લાંબા સમયથી તેનું ટેસ્ટિંગ કરી રહી છે અને તે ઘણી વખત જોવામાં આવી છે.અને મહિન્દ્રાની આ ખૂબ જ લોકપ્રિય કાર પહેલા કરતા વધુ શક્તિશાળી ડિઝાઇન, આધુનિક આંતરિક અને શક્તિશાળી પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પો મળવા જઈ રહ્યા છે. નવી Mahindra Scorpio 2022 2.0 લિટર ટર્બો પેટ્રોલ અને 2.2 લિટર ડીઝલ એન્જિનમાં આવી શકે છે.
કંપની આ કારના નવા મોડલને નવા નામ સાથે માર્કેટમાં ઊતારી શકે છે. એક રિપોર્ટ અનુસાર, નવી સ્કોર્પિયોની મોડલ લાઇનઅપ નવા નામ ‘મહિન્દ્રા સ્કોર્પિયો સ્ટિંગ’ અથવા ‘મહિન્દ્રા સ્કોર્પિયોએન’ સાથે બજારમાં એન્ટ્રી લઈ શકે છે, અને જ્યાં ‘મહિન્દ્રા સ્કોર્પિયોએન’ નામ તેના વધુ શક્તિશાળી વેરિયન્ટ્સને આપવામાં આવી શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી.અને આવનારી સ્કોર્પિયોમાં 2.0-લિટર 4-સિલિન્ડર mHawk ડીઝલ એન્જિન મળશે, જે 155bhp પાવર અને 360Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે.
તેમાં 2.0 લિટર 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન પણ જોવા મળશે, જે 150bhp પાવર અને 300Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. આગામી મહિન્દ્રા સ્કોર્પિયો 2022 ના 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઓફર કરવામાં આવશે. એવા પણ સમાચાર છે કે નવી મહિન્દ્રા સ્કોર્પિયોને રિયર વ્હીલ ડ્રાઇવ (RWD) તેમજ ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) વિકલ્પમાં ઓફર કરવામાં આવી શકે છે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
છેલ્લા ઘણા સમયથી ઘણી જાણીતી કંપનીઓ પોતાની નવી કાર માર્કેટમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે.અને ખાસ કરીને નવા સેગમેન્ટ અને ફીચર્સ સાથે ઓટો સેક્ટર અપગ્રેડ થઈ રહ્યું છે. એવામાં આગામી બજેટમાં ખાસ કોઈ ટેક્સ વધારો કે કાચા માલ પર કરભાર નહીં વધે અને પરિવહન મંત્રાલય કોઈ નવી પોલીસી જાહેર નહીં કરે તો અવશ્ય કોઈ ભાવ વધારા વગર ઓટો સેક્ટરમાં એક સ્મૂથનેસ આવશે. કારણ કે, ટેક્સને કારણે કાર તેમજ ટુ વ્હીલર્સ મોંઘા બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.