મહુવા પોલીસમથકે ફરજ બજાવતા પીએસઆઈ બી.બી.પરધનને ત્રણ વર્ષ અગાઉ પલસાણામાં ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવાના કેસમાં જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે અને મહુવા પોલીસમથકે છેલ્લા નવ વર્ષમાં સાત પીએસઆઈ સસ્પેન્ડ થતાં મહુવા તાલુકામાં ચર્ચાએ જોર પકડ્યું છે.
મળતી વિગત મુજબ હાલ મહુવા પોલીસમથકે ફરજ બજાવતા પી.એસ.આઈ. બી.બી.પરધન ૨૦૧૯ની સાલમાં પલસાણા પોલીસમથકે ફરજ બજાવતા હતા. એ દરમિયાન પલસાણા ખાતે સુરત રેંજની ઓપરેશન ગ્રુપની ટીમે રેડ પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને જે ઘટનાની તપાસ બાદ શનિવારે રાત્રે જિલ્લા પોલીસ વડા દ્વારા પલસાણાના તત્કાલીન અને હાલ મહુવા પોલીસમથકે ફરજ બજાવતા પીએસઆઇ બી.બી.પરધનને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં બારડોલી સીપીઆઈ દ્વારા શનિવારે રાત્રે મહુવા ખાતે આવી પીએસઆઇને ફરજ મોકૂફનો હુકમ બજાવી મહુવા પોલીસમથકનો ચાર્જ કડોદરા પી.એસ.આઈ. એસ.એમ.પટેલને આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે, મહુવા પોલીસમથક પોસઇ માટે જોખમીરૂપ જ સાબિત થતું હોય તેવો ઘાટ ઘડાયો છે અને છેલ્લાં નવ વર્ષમાં મહુવા પોલીસમથકે ફરજ બજાવતા સાત જેટલા પીએસઆઇ ફરજ મોકૂફ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.