આ બેંકમાં ૦૧ ઓગસ્ટથી થઈ રહ્યાં છે મોટા ફેરફારો ,જાણો કઈ સેવા માટે કેટલાં ચૂકવવા પડશે રુપિયા..

જો તમે પણ ICICI બેંકના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં દેશની સૌથી મોટી ખાનગી બેંક 1 ઓગસ્ટથી કેટલાક મોટા ફેરફાર કરવા જઇ રહી છે. 1 ઓગસ્ટના રોજ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવાનું મોંઘું થશે. સાથે જ ચેકબુકના નિયમોમાં પણ ફેરફાર થશે. ICICI તરફથી તેના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્જેક્શનની સર્વિસ આપવામાં આવે છે. 4 વખત રૂપિયા ઉપાડ્યા પછી ચાર્જ ચુકવવો પડશે. ઉલ્લેખનીય છે કે SBI બેંકે 1 જુલાઈના રોજથી આ નિયોમાં ફેરફાર કર્યા હતા.

  • ઓગસ્ટથી ICICI Bankના ગ્રાહક તેમની હોમ બ્રાન્ચમાંથી એક લાખ રૂપિયા પ્રતિ ઉપાડી શકે છે.
  • તેનાથી વધુ રૂપિયા પર પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયા આપવામાં પડશે.
  • હોમ બ્રાન્ચ સિવાય બીજી બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડવા પર પ્રતિ દિવસ 25,000 રૂપિયા સુધી રોકડ ઉપાડવા પર ચાર્જ નથી.
  • ત્યાર બાદ 1000 રૂપિયા ઉપાડવા પર 5 રૂપિયા આપવા પડશે.

ચેકબુક પર લાગશે આટલો ચાર્જ ;

  • 25 પેજની ચેકબુક ફ્રી.
  • ત્યારબાદ તમારે 20 રૂપિયા 10 પાના દીઠ 20 રૂપિયા ચૂકવવા પડશે.

https://www.youtube.com/watch?v=kAFauaDr0yY

ATM ઇન્ટરચેન્જ ટ્રાન્જેક્શન ;

  • બેંકની વેબસાઇટ મુજબ ATM ઇન્ટરચેન્જ ટ્રાન્જેક્શન પર પણ ચાર્જ લાગશે.
  • એક મહિનામાં 6 મેટ્રો લોકેશન પર પહેલા 3 ટ્રાન્જેક્શન ફ્રી હશે.
  • એક મહિનામાં અન્ય તમામ સ્થળો પર પહેલા 5 ટ્રાન્જેક્શન ફ્રી હશે.
  • નાણાકીય વ્યવહાર દીઠ 20 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહાર દીઠ 8.50 રૂપિયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.