અમદાવાદમાં પોલીસખાતામાંથી આંતરિક બદલીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને શહેરમાં ફરજ બજાવતા PIની આંતરિક બદલી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 5 PIની આંતરિક બદલી કરવામાં આવી છે.
જેમાં બી.કે. ખાચરની શહેરકોટડા-1થી EOW ખાતે, એમ.એમ.સોલંકીની ખાડિયા-1થી ક્રાઈમબ્રાન્ચમાં, બી.પી.ચૌધરીની SOGમાંથી શહેરકોટડા-1, કે.પી.ચાવડાની મહિલા (પૂર્વ)માંથી ખાડિયા-2 ખાતે અને એ.ડી.ગામીતની કંટ્રોલરૂમમાંથી એસ.જી-2 ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.
આમ શહેરકોટડા, ખાડિયા, SOG, મહિલા અને કન્ટ્રોલ રૂમના PI ની બદલી મળી અને કુલ 5 PIની વહીવટી કારણોસર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા બદલી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.