ગુજરાતમાંથી પરપ્રાંતિયોને વતન મોકલવા માટે ભાડું વસૂલવાનો વિવાદ વકર્યો છે. જેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પ્રેસ નિવેદનમાં જાહેર કર્યું હતું કે, પરપ્રાંતિયો પાસેથી રેલવે અને બસનું ભાડું વસૂલવામાં આવશે. તેમના નિવેદન સામે કોંગ્રેસના બે નેતા અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલે સરકારને અસંવેદનશીલ અને જુઠ્ઠી પુરવાર કરતું ટ્વિટ કર્યું છે. પરપ્રાંતિયોનું ટ્રેન અને બસનું ભાડું કોંગ્રેસ ચૂકવશે એવી ગઈકાલે સોનિયા ગાંધીની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. સરકારની સંવેદનહીનતા હોવાનો મોઢવાડિયાનો આરોપ
અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને અશ્વિનીકુમારે ભાડુ વસૂલવાના કરેલી વાતને આધારે બનાવીને કહ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે સ્પષ્ટ કર્યુ કે પરપ્રાંતીયોએ ટ્રેન ટિકિટના પૈસા આપવા જ પડશે. ટ્રેન માત્ર રાજ્ય સરકાર જ બુક કરી શકશે. રેલવે પાસેથી PM કેયર્સ ફંડમાં રેલવે રૂ. 151 કરોડ આપે છે પરંતુ ગરીબો પાસેથી ટિકિટ ઉપરાંત રૂ. 50 ઉઘરાવે છે. આ સંવેદનહીનતા છે. ભાડા મામલે સરકારને શક્તિસિંહે જુઠ્ઠી કહી બિહારીના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ હિન્દીમાં એક વીડિયો સાથે ટ્વિટ કરીને કહ્યું છે કે જરૂરિયાતમંદ શ્રમિકોને મદદ કરવાની સોનિયા ગાંધીએ વાત કરી કે BJPવાળા બોલવા લાગ્યા કે રેલવેને 85 ટકા કેન્દ્ર અને 15 ટકા રાજ્ય સરકાર ભોગવશે. આ જૂઠાણાનો પર્દાફાશ ગુજરાતના મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે વીડિયોમાં જણાવ્યું હતું. તેઓ સત્તાવાર રીતે કહી રહ્યા છે કે ટિકિટ તો શ્રમિકાઓએ લેવી પડશે. BJP અત્યારે તો જુઠથી દૂર રહો. પરપ્રાંતિયો પાસેથી લેવાતા ભાડાનો વિવાદ ગરમાયો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.