દિલ્હી, નોઈડા, ગાજિયાબાદમાં કોરોના કર્ફ્યૂનું એલાન બાદ આવેલા મજૂરોને લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે તે પલાયન કરી રહ્યા છે. દિલ્હીમાં બ્રિટાનિયા ચોકથી રવાના થનારી બસોમાં અચાનક ભીડ વધી ગઈ છે. નજીકના ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કામ કરનારા મજૂરો ઘરે જઈ રહ્યા છે.
દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ અહીં બીજા રાજ્યોમાંથી આવનારી ટ્રેનોમાં ભારે બેદરકારી જણાઈ રહી છે. બસો અને ટ્રેનોમાં ભેગી થયેલી આ ભીડથી સ્પષ્ટ છે કે લોકોને લોકડાઉનનો ડર તો છે પરંતુ કોરોનાનાં સંકટને તે હજું પણ નજર અંદાજ કરી રહ્યા છે.
એક મીડિયા તપાસ કરવા દિલ્હી બ્રિટાનિયા ચોક પર પહોંચી જ્યાં મોટો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. બિહાર જનારી બસોમાં મજૂર બેઠા હતા. તેમાંથી મોટાભાગની સવારિયોનું કહેવું હતુ કે કર્ફ્યૂ લાગ્યા બાદ ગત વર્ષની જેમ ડર સતાવી રહ્યો છે. એટલા માટે તે બિહાર જઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.