ઓલપાડના સાયણ ગામે સુગર રોડ પર આવેલા ૨૮ છાપરીમાં માર્ગ અને મકાન ખાતાના અધિકારીએ પોલીસ બંદોબસ્ત ખડકી દઈ સરકારી આવાસ તોડી પાડી આ ગરીબ પ્રજાને ઘરવિહોણી કરી દેતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સાયણ ગામે સાયણ સુગરથી શેખપુર જવાના રોડ પર ૧૫૩ નંબરની ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ થનાર છે.
દર્શન નાયકે પરિવારોને સાંત્વના આપી જમવાની વ્યવસ્થા કરી
આ ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને હળપતિઓની મુલાકાત લઇ સાંત્વના આપી આ અધિકારીઓને આડે હાથે લીધા હતા અને આ ઘરવિહોણા લોકોની જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને આ સરકારી આવાસ પર ડિમોલિશન કરવાની તમને મંજૂરી કોણે આપી અને કોના કહેવાથી કર્યું એવું પૂછતાં જ આ સરકારીબાબુઓએ ચુપકીદી સાધી લીધી હતી.
અને આ ડિમોલિશન બાબતે આર.એન.બી.ના અધિકારી તેમજ સાયણ ગ્રામ પંચાયત જો આ ગરીબ પ્રજાને તેમનાં આવાસ પાછાં બનાવી નહીં આપે તો સુરત કલેક્ટરને લેખિત ફરિયાદ કરી ધરણાં પર બેસવાની ધમકી ઉચ્ચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.