‘મેક ઇન ઇન્ડિયા’ને જોરદાર ફટકો, હવે PM મોદીનું સપનું રહેશે અધૂરું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ ‘મેક ઇન ઇન્ડિયા’ને તગડો ઝાટકો વાગ્યો છે. ભારતમાં વધી રહેલ સોલાર પાવરની ડિમાન્ડ વચ્ચે 85 ટકા સામાન ચીન, મલેશિયા, વિયતનામથી આયાત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીની આ પહેલ પર લાગેલ બ્રેકનુ અનુમાન તમે ત્યાંથી લગાવી શકો છો કે, નાણાકિય વર્ષ 2014 બાદ સોલાર ફોટોવોલ્ટિક (પીવી) સેલ અને મોડ્યૂલની આયાતનું મૂલ્ય 90,000 કરોડ રૂપિયા સુધી વધી ગયુ છે.

પીવી સેલ્સ અને મોડ્યૂલ ઇમ્પોર્ટ કરવા પર ખર્ચ કરવામાં આવેલી રકમ લગભગ 4.84 બિલિયન ડોલર છે. જે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)થી લગભગ ત્રણ ગણુ વધારે છે. માત્ર આટલું જ નહી આ રકમ નાણાકિય વર્ષ 2014 થી 2019 સુધી સરકાર દ્વારા રિનિવબલ એનર્જી ક્ષેત્ર માટે આવંટિત કરેલ બજેટથી છ ગણી વધારે છે.

સરકાર દ્વારા ગત 24 મહિનામાં સૌર ઉપકરણો અને સામગ્રીની ગુણવત્તા પર ઉઠાવવામાં આવેલા સવાલો ઉપરાંત આટલા મોટા સ્તર પર આયાત કરવામા આવી છે. આ સંદર્ભે આ વિષયમાં નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય (એમએનઆરઇ)ના સચિવને મોકલવામાં આવેલા સવાલો પર કોઇ જવાબ આવ્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.