મન અને શરીરને દરેક સમયે તણાવમુક્ત અને શાંત રાખવું મહત્વનું છે. શાંત મન જીવનને સરળ બનાવે છે. આવી સ્થિતિમાં, શાંત રહેવા માટે, આપણે ઘણી પ્રવૃત્તિઓ થકી મન અને શરીરને આરામ આપી શકીએ છીએ, તો આવો જાણીએ તણાવ મુક્ત રહેવાની કેટલીક સરળ રીતો.
પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવો એ તમારા મનની ચિંતાઓને દૂર કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે અને પછી ભલેને તે સાથે લંચ કે ડિનર લેવાનું હોય કે પછી ફોન પર ચેટિંગ કરવાની હોય, પ્રિયજનો સાથે કનેક્ટ થવાથી તમારા મનને શાંતિ મળે છે.
રોજિંદા જીવનના તણાવમાંથી બચવા માટે વાંચન એ એક સરસ ઉપાય હોઈ શકે છે અને પછી ભલે તે કોઈ નવલકથા હોય, સેલ્ફ હેલ્પ બુક હોય અથવા મેગેઝિન હોય, કંઈક એવું શોધવું જોઈએ જે વાંચવાથી આનંદ મળે.
શારીરિક પ્રવૃત્તિએ તણાવ મુક્ત કરવા અને તમારા મૂડને સારો કરવામો શ્રેષ્ઠ રસ્તો છે અને ભલે તે દોડવા માટે જવાનું હોય, યોગ ક્લાસ લેવાના હોય, અથવા કુદરત સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય, કસરત તમારા મનને સાફ કરવામાં અને સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદ કરી શકે છે.
મનને શાંત કરવા અને તણાવ દૂર કરવા માટે ધ્યાન એ એક શક્તિશાળી રીત છે. બેસવા માટે શાંત જગ્યા શોધો, તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને જ્યારે મનમાં અસંખ્ય વિચારો આવે છે, ત્યારે કોઈ પણ નિર્ણય લીધા વિના માત્ર તેનું અવલોકન કરો અને પછી તમારું ધ્યાન તમારા શ્વાસ પર કેન્દ્રીત કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.