આલિયા ભટ્ટ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે, ઘણી મહિલાઓ તેના જેવી સુંદર બનવા માંગે છે અને જો તમે આલિયાની જેમ ગ્લોઇંગ સ્કિન મેળવવા માંગો છો તો આ 4 ફેસ પેક ઘરે જ તૈયાર કરો અને સ્કિનની Deep Cleaning કરો.
હળદરમાં હાજર આયુર્વેદિક ગુણો પિગમેન્ટેશન અને ટેન દૂર કરે છે અને ટામેટાંનો ઉપયોગ Deep Cleaning માં મદદ કરે છે અને આ માટે એક ટામેટાને પીસીને તેમાં હળદર અને નારિયેળનું તેલ મિક્સ કરો અને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ધોઈ લો.
મુલતાની માટી અને દહીં બંને ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે જેમાં આ બંનેને મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો અને તેને 20 મિનિટ સુધી ચહેરા પર રાખો અને છેલ્લે ચહેરો ધોઈ લો.
તમે એપલ સીડર વિનેગરને સમાન માત્રામાં મધ સાથે મિક્સ કરો. હવે આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને લગભગ 15 થી 20 મિનિટ સુધી રહેવા દો આનાથી ચહેરો સાફ અને મોઈશ્ચરાઈઝ થશે.
આ માટે એક બાઉલમાં લીંબુનો રસ નીચોવો અને તેમાં એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને હવે તેને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો, તેનાથી ચહેરો ડીપ ક્લિનિંગની સાથે એક્સફોલિએટ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.