સુરત કાપોદ્રા વિસ્તારમાં સ્કૂલ જતી છોકરીને ગર્ભવતી બનાવી પ્રેમીએ કહ્યું “મારુ કામ થઈ ગયું હવે તારે જે કરવું હોય એ કર.”

સુરતના કાપોદ્રામાં સગીરાને લગ્નની લાલચ આપીને વીઆર મોલ સહિત અન્ય જગ્યાએ લઇ જઇને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાને ગર્ભ રહેતા સગીરાએ પ્રેમીને આ વાત કરી ત્યારે પ્રેમી યુવકે કહ્યું ‘મારુ કામ થઈ ગયું અને હવે તારે જે કરવું હોય તે કર.’ આ બાબતે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા ખોડીયારનગર રોડ રાધાક્રિષ્ણા સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ચેતન દિપક અગ્રાવત (ઉ.વ.૨૨) નજીકમાં આવેલી સોસાયટીમાં રહેતા તેના મિત્રને અવાર નવાર મળવા માટે જતો હતો.અને આ દરમિયાન ત્યાં રહેતી એક સગીરા ઉપર ચેતનની દાનત બગડી હતી. સગીરા જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે ચેતન સગીરાનો પીછો કરીને હેરાન કરતો હતો.અને આ ઉપરાંત ચેતને સગીરાને મોબાઇલ નંબર પણ આપ્યો હતો. બાદમાં ચેતન સગીરાને ફોન કરીને વાતો કરતો હતો. ચેતન સગીરાને ફરવા માટે વીઆર મોલ લઇ ગયો હતો, ત્યારે સગીરાને કહ્યું કે, ‘હું તને ખુબ પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું.’ બીજી તરફ સગીરાએ પણ ચેતનના પ્રેમને સ્વીકારીને લગ્ન કરવાની હા પાડી હતી.

આ દરમિયાન ચેતન સગીરાને અન્ય જગ્યાએ ફરવા લઇ ગયો હતો અને લગ્ન કરવાનું કહીને જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ ના પાડવા છતાં પણ ચેતને પોતાની હવસ સંતોષી હતી અને થોડા દિવસો બાદ સગીરાને માસિક નહીં આવતા તેને ચેતનને ફોન કરીને કહ્યું કે, મને માસિક આવ્યું નથી, હવે હું શું કરું.’ ત્યારે ચેતને સગીરાને કહ્યું કે, ‘મારુ કામ થઇ ગયું છે, તારે જે કરવું હોય તે કર. આ બાબતે સગીરાએ પોતાના પરિવારને વાત કરીને કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને આરોપી ચેતનની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.