મલેશિયામાં કોરોના વાયરસનું નવું સ્વરુપ સામે આવ્યું, સામાન્ય કરતા 10 ગણો વધારે ચેપી

 

દુનિયા આખી કોરોના મહામારીનો સામનો કરી રહી છે. દિવસેને દિવસે કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. આ બધા વચ્ચે મલેશિયાથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે, જેણે ચિંતામાં વધારો કર્યો છે. મલેશિયામાં કોરોના વાયરસનું નવું સ્વરુપ સામે આવ્યું છે. જે સામાન્ય કોરોના વાયરસની સરખામણીએ 10 ગણો વધારે ચેપી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના વાયરસ દુનિયામાં ઘણી જગ્યા પર મળ્યા છે. આ વાયરસને વિજ્ઞાનોએ D614G નામ આપ્યું છે.

મલેશિયામાં કોરોના વાયરસના લગભગ 45 કેસ સામે આવ્યા છે, જેમાં આ વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી સૌપ્રથમ 3 લોકોમાં આ વાયરસ જોવા મળ્યો. આ ત્રણ લોકોમાં એક વ્યક્તિ રેસ્ટોરન્ટનો માલિક હતો, જે ભારતથી પરત ફર્યો હતો. આ વ્યક્તિને મલેશિયાની સરકારે હોમ ક્વોરેન્ટાઇનના ઉલ્લંઘન માટે પાંચ મહિના જેલ અને દંડ ફટકાર્યો હતો. આ પ્રકારનો મામલો ફીલિપાઇન્સથી પરત ફરેલા એક ગૃપમાં પણ જોવા મળ્યો. ગૃપના 45 લોકોમાંથી 3 લોકોમાં આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો છે.

મલેશિયાના ડૉ. નૂર હિશામ અબ્દુલ્લાનું કહેવું છે કે કોરોના વાયસના નવા સ્વરુપ મળવાનો અર્થ થાય છે કે આપણે રસી માટે જે સંશોધન કર્યુ છે તે અપુરતું સાબિત થઇ શકે છે. એક ફેસબૂક પોસ્ટ મારફતે ડૉ. નૂરે લોકોને આ વાતની જાણકારી આપી અને કહ્યું કે લોકોએ આ વાયરસ પ્રત્યે વધારે સાવધાની રાખવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે મલેશિયાએ કોરોના વાયરસ પર કાબૂ મેળવવવામાં સફળતા મેળવી છે. ત્યારે હવે  કોરોના વાયરસના આ નવા સ્વરુપે તેની ચિંતામાં વધારો કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.