એક વીડિયોમાં મલાઈકા ફેફસાને મજબૂત અને હેલ્ધી રાખવા અને ઈન્ફેક્શનથી બચાવવા માટે અનુલોમ વિલોમ કરતી જોવા મળી રહી છે. તેણે જણાવ્યું કે બધાં જ આ યોગ કરી શકે છે. આ વીડિયોને ખૂબ જ શેર અને લાઈક્સ પણ મળી રહી છે.
મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું- આ કપરાં સમયમાં પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. આ આપણી રોજિંદી લાઈફનો ભાગ હોવો જોઈએ. પ્રાણાયામની સરળ રીત અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, જે ઈમ્યૂનિટી વધારે છે અને ફેફસાની ક્ષમતા સુધારે છે.
મલાઈકાએ પોસ્ટ શેર કરીને લખ્યું-અનુલોમ વિલોમ 6 રાઉન્ડથી શરૂ કરો. આ પ્રાણાયામ જમતા પહેલાં અને પછી 2 કલાકના ઈન્ટરવલમાં કરવું જોઈએ. તમે 21 રાઉન્ડ સુધી જઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, મલાઈકાનો એકાઉન્ટ યોગ અને એક્સરસાઈઝના વીડિયોથી ભરેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.