- ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, જેને કારણે ચિંતા વધી છે, આ રોગચાળાનો સામનો કરી રહેલા ભારતીયો માટે હવે મલેશિયાથી ખરાબ સમાચાર આવ્યા છે, અહીંની સરકારે દેશમાં ભારતીયોનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જો કે આ પ્રતિબંધ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સનાં નાગરિકો પર પણ લાગુ પડશે.
અત્રે ઉલ્લેખનિય છે કે મલેશિયાની સરકારનાં આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત લાંબા ગાળાના પાસ ધારકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસી નાગરીકો થવાના છે. તે સાથે જ સ્થાનિક નાગરિકો પણ તેનાથી અસર થશે, આ પ્રતિબંધ ક્યાં સુધી લાગુ રહેશે તે અંગે કોઇ માહિતી બહાર આવી નથી, ઉલ્લેખનિય છે કે, માર્ચથી જ મલેશિયામાં તમામ વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવેલો છે.
મલેશિયાના પ્રધાનમંત્રી મોહિઉદ્દીન યાસીને ગત શુક્રવારે એક ભાષણમાં કહ્યું હતું કે, કોરોના મહામારી સક્રિય રીતથી દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહી છે. તેના પર અંકુશ લગાવવા માટે કરવામાં આવેલા ઉપાયોને વર્ષના અંત સુધી લાગુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 69,921 નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ છે, જ્યારે 819 લોકોનાં મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.