- દેશભરમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
- રેલવેએ તૈનાત કર્યો પોલીસનો કાફલો
- રેલવે પ્રોટેક્શન ફોર્સના ડાયરેક્ટરે કહ્યું, અમે ઈચ્છી રહ્યા છીએ કે ખેડૂતો પ્રવાસીઓ માટે અસુવિધા ઉભી ન કરે
- 4 કલાક શાંતિથી વીતી જાય તેવા અમારા પ્રયાસો-ડાયરેક્ટર અરુણ કુમાર
- છેલ્લા 84 દિવસથી ચાલી રહ્યું છે ખેડૂતોનું આંદોલન
- નવા કૃષિ કાયદોઓ રદ કરવાની માગણી કરી રહ્યા છે ખેડૂતો
આજે ખેડૂત આંદોલનકારીઓ દેશભરમાં બપોરે 12-4 સુધી રેલ રોકો આંદોલન કરશે
રસ્તામાં વચ્ચે કોઈ પણ ટ્રેનને રોકાશે નહીં. જ્યારે ટ્રેનને રોકાશે ત્યારે તેને માળા પહેરાવાશે. આ સમયે ઓછી ટ્રેન અવરજવર કરે છે આ કારણે દિવસનો સમય પસંદ કરાય છે.
સુરક્ષા માટે આરપીએફની વધારીની કંપનીઓ કામ કરી રહી છે. સ્ટેશન સુધીના મુખ્ય રસ્તા સિવાયના રસ્તા બંધ કરાયા છે અને ઈમરજન્સી માટે બેરિકેડિંગ લગાવાયા છે.
4 કલાક શાંતિથી વીતી જાય તેવા અમારા પ્રયાસો રહેશે. આ સિવાય બોર્ડરની પાસેના ટ્રેક, સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર, ગાઝીપુર બોર્ડરની આસપાસના સ્ટેશન નરેલા, આનંદ વિહાર ટર્મિનલ, શાહદરા ની આસપાસ આરપીએફ કર્મીઓ જોવા મળી રહ્યા છે.
રેલ સંચાલનમાં કોઈ બાધા ઊભી કરે તો તેને માટે રેલ્વે એક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરાય છે. ટ્રેન પર સામાન ફેંકાય કે પાટાને નુકસાન કરાય તો દોષીને રેલ્વેની કલમ 150 હેઠળ ઉમરકેદની સજા થઈ શકે છે. આ સિવાય કલમ 174 ના આધારે ટ્રેક પર બેસીને કંઈક રાખીને ટ્રેન રોકાય તો 2 વર્ષની સજા અને 2000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.