ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતમાં ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ હાલ તેમાં હજી થોડો વિલંબ થઈ શકે છે. માલ્યાના પ્રત્યાર્પણ પર બ્રિટન હાઈ કમિશને ગુરુવારે જણાવ્યું હતું કે હજી આ દિશામાં કેટલીક કાયદાકીય પ્રક્રિયાઓ બાકી છે. જોકે, તેમણે હજી આ અંગે કોઈ માહિતી આપી નહોતી.
યુકેની સુપ્રીમ કોર્ટે માલ્યાના ભારત પ્રત્યાર્પણ પર ગયા મહિને અંતિમ મહોર લગાવી દીધી હતી. ત્યાર પછી ભારતે ૨૮ દિવસમાં બધી જ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી માલ્યાને પાછો લાવવાનો છે. જોકે, બ્રિટિશ કમિશન તરફથી કહેવાયું હતું કે વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં હજી એક કાયદાકીય પ્રક્રિયાનો ઉકેલ લાવવાનો બાકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.