મમતા બેનર્જીના જૂના ઘોડાને ભાજપે આપી નવી લગામ, દિલીપ ઘોષ બન્યા CM પદના દાવેદાર

આવતા વર્ષે પશ્વિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે પોતાના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને મુખ્યમંત્રી અને ટીએમસી ચીફ મમતા બેનર્જીની સામે સીએમના ચહેરાના રૂપમાં ઉતારવામાં આવ્યાં છે. આ જ કારણે ભગવા પાર્ટીએ મમતાના જૂના હથિયારને નવી ધાર દેવાનું કામ કર્યું છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના દીદી કે બોલો કેમ્પેઈનના જવાબમાં બુધવારે ભાજપે મોટા સ્તર ઉપર પોતાનું નવું કેમ્પેઈન લોન્ચ કર્યું છે.

ભાજપે હેલ્પલાઈન અને ઈ-મેઈલ આઈડી લોન્ચ કર્યા
ભાજપે તેનું નામ આપ્યું છે દુરનિતિર બિરૂદ્ધે દિલીપ દા. એનો અર્થ થાય છે કે, દિલીપ દા ભ્રષ્ટાચારની સામે છે. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કેમ્પેઈન પ્રોગ્રામમાં ભાજપના આ મોટા અભિયાન બેંગાલ અગેન્સ્ટ કરપશનનો ભાગ જ છે. કેમ્પેનનો વીડિયો ઈમાનદારીના પ્રતિકના શબ્દ ઉપર ભાર દેવામાં આવ્યો છે. આ શબ્દ પાછલી ચૂંટણીમાં મમતા બેનર્જીના ફોટોવાળા કટઆઉટ્સમાંથી લેવામાં આવ્યો છે. પાર્ટીએ આ ઉપરાંત એક હેલ્પલાઈન અને ઈ-મેઈલ આઈડી પણ લોન્ચ કર્યું છે. જેની મદદથી લોકોને ભ્રષ્ટાચાર સંબંધીત ફરિયાદો રજીસ્ટર કરવામાં આવશે. ઘોષે જણાવ્યું કે, પશ્વિમ બંગાળ ભ્રષ્ટાચારનું પ્રતિક છે. મુખ્યમંત્રી ખુદ પાર્ટીના કાર્યકર્તાઓને સરકારી યોજનાઓનો લાભના બદલે કટ મની આપવાનો નિર્દેશ કરે છે.

આ મુદ્દા ઉપર દીદી આવ્યાં હતા સત્તા ઉપર
બકૌલ ઘોષ કોવિડ-19 દરમયાન પણ ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો થયો નથી. ખાદ્યાન વિતરણ માટે ગોદામો સુધી પહોંચતું નથી. પણ તે વેચાણ માટે સીધા બજારમાં પહોચી ગયાં. અમે લોકો ભ્રષ્ટાચારના કેસ નોંધાવવા માટે કહી રહ્યાં છીએ. કારણ કે અમે અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા માટે દબાણ વધારી શકીએ. ઘોષના જણાવ્યા પ્રમાણે ભ્રષ્ટાચાર અને કાનુન વ્યવસ્થા બંગાળ ચૂંટણીમાં બે મોટા મુદ્દા છે. અમે લોકો આ માટે પરિવર્તનનો ભાગ બનવા માટે કહી રહ્યાં છીએ. રોચક વાત તો એ છે કે, વર્ષ 2011માં દીદીએ આ પરિવર્તનનો જનતા પાસે વાયદો કર્યો હતો. જેની મદદથી તે લેફ્ટને માત દઈને સત્તામાં આવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.