મમતા બેનરજીની અત્યાચારી સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છેઃ અમિત શાહ

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના પશ્ચિમ બંગાળ પ્રવાસે છે.

આજે બાંકુરા પહોંચેલા અમિત શાહે ભાજપના સંગઠનની બેઠકમાં ભાગ લીધો હતો.તે સ્થાનિક આદિવાસના ઘરે ભોજન કરવા જવાના છે.આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાન સભા ચૂંટણી માટે ભાજપે અમિત શાહના પ્રવાસ સાથે તૈયારીઓ શરુ કરી દીધી હોવાનુ મનાઈ રહ્યુ છે.

અમિત શાહે આ દરમિયાન કહ્યુ હતુ કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ વિધાનસબામાં બે તૃતિયાંશ બહુમતિ સાથે સરકાર બનાવશે.મમતા સરકાર સામે અહીંયા ભારે આક્રોશ છે.જે પ્રકારે ભાજપના કાર્યકરો પર મમતા સરકારે અત્યાચાર કર્યા છે તેની સામે ભારે રોષ છે અને મને મમતા બેનરજીની સરકારનો મૃત્યુઘંટ વાગતો હોવાનુ દેખાઈ રહ્યુ છે.

અમિત શાહ આવતીકાલે, શુક્રવારે કોલકાતામાં સંખ્યાબંધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.જેની શરુઆત કોલકાતાના સુપ્રસિધ્ધ દક્ષિણેશ્વર મંદિરમાં દર્શન થી થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.