અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વિજળી મફત કર્યા બાદ હવે બીજા રાજ્યો પણ આ મફતની નીતિને આગળ વધારી રહ્યાં છે. ખેડૂતોની દેવા માફી બાદ હવે જાણે વિજળીની મફતમાં લ્હાણી કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે પશ્ચિમ બંગાળની મમતા સરકારે આજે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખાસ વાત એ છે કે પશ્ચિમ બંગાળની સરકારે ત્રિમાસિક ધોરણે 75 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નિશુલ્ક વીજળી યોજના ચર્ચામાં રહી છે. દેશની રાજધાનીમાં દર મહિને 200 યુનિટ સુધી વીજળીના ઉપયોગ પર કોઈ ચાર્જ લાગતો નથી. હવે મમતા બેનરજી પણ આ નીતિને આગળ વધારી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળ સરકારે પોતાના બજેટમાં ત્રિમાસિક ધોરણે 75 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. બજેટમાં આગામી ત્રણ વર્ષમાં 100 નાના અને મધ્યમ ઉદ્યોગ પાર્ક બનાવવાની દરખાસ્ત, 2020-21 માટે આ હેઠળ 200 કરોડની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે આગામી બે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે ચાના બગીચાના કૃષિ આવકવેરાને માફ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
રાજ્ય સરકારે નવી યોજના શરૂ કરી છે, આ યોજનાનું નામ છે “બંધુ પ્રકલ્પ”. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ સમુદાયના 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને, જેઓ અન્ય કોઈ પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી, તેઓને માસિક 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.