પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ તો ટાર્ગેટ બનતા જ હતા. હવે તેમના પરિવારજનો પણ વિરોધીઓના નિશાન પર આવી ગયા છે.
મળતી વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ઉત્તર દિનાજપુર વિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતાની બહેનનો મૃતદેહ મળી આવ્યા બાદ ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો.ટોળાએ હાઈવેને બ્લોક કરીને 3 સરકારી બસો અને પોલીસના ત્રણ વાહનોને આગના હવાલે કરી દીધા હતા.
પોલીસનુ કહેવુ હતુ કે, આ કિશોરી સવારે શૌચાલય જવા નીકળી હતી અને તે દરમિયાન તેનુ અપહરણ કરી દેલાવયુ હતુ.કલાકો બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો છે કે, યુવતી ભાજપના નેતાની બહેન છે અને મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના એક નેતાએ તેના પર રેપ કરીને તેની હત્યા કરી દીધી છે.ગામના લોકો પણ આ જ પ્રકારની વાત કરી રહ્યા છે.
બીજી તરફ તૃણમુલ કોંગ્રેસનુ કહેવુ છે કે, ખોટા આરોપો લગાવીન ભાજપ શાંતિ ભંગ કરવાની કોશીશ કરી રહી છે.પોલીસે પણ યુવતીનુ મોત ઝેરની અસરથી થયુ હોવાનુ કહ્યુ છે અને તેના પર રેપ થયો હોય તેવા કોઈ નિશાન પણ મળ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.