પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી, મમતા બેનર્જીએ ફિટનેસ પ્લાનમાં, આ 2 વાતને ગણાવી મુખ્ય

‘દીદી’ ફિટનેસની સાથે સાથે જ કરી લે છે આ તમામ કામ. જાણીને તમને પણ લાગશે નવાઈ.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું કે તેઓએ ટ્રેડ મિલ પર દોડતી સમયે જ બજેટ બનાવ્યું છે. જ્યારે આપણે દોડીએ છીએ તો મગજ પણ ઝડપથી કામ કરે છે.

મમતા બેનર્જીએ કહ્યું કે એમએસએમઈમાં બંગાળ 1 નંબર પર છે અને આ આંકડા કેન્દ્ર સરકારના છે. સ્કીલ ઈન્ડસ્ટ્રી, ઈ ગર્વનેંસમાં નંબર વન છે.

 

બંગાળના લોકો બંગાળને કંટ્રોલ કરશે

ટીએમસી પ્રમુખે કહ્યું કે અમે કોઈ પણ ભારતીયને બહારના કહેતા નથી. પણ જે બહારથી આવે છે અને ગુંડાગીરી કરે છે તેને અમે બહારના કહીએ છીએ. અમારે ત્યાં દરેક રાજ્યોના લોકો છે અને કોઈ પણ મુશ્કેલી થતી નથી. અમે બહારથી આવીને કોઈને લૂટવા નહીં દઈએ.

મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ફિટનેસ માટે 12 કિમી ટ્રેડ મિલ  અને 10 કિમી વોક કરે છે. તેમનું માનવું છે કે ચાલવાથી મગજ ફાસ્ટ ચાલે છે અને આ સમયે સાથે જ અનેક મહત્વના કામ પણ કરી લેવાય છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.