રાહુલ ગાંધી બાદ ટીએમસી પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એલાન કર્યું છે કે, તેઓ બાકીના તબક્કા માટે ચૂંટણી પ્રચાર નહીં કરે.
મમતા બેનર્જી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. ડેરેક ઓ બ્રાયને ટ્વિટ કર્યું, બંગાળ ચૂંટણીને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે કોલકાતામાં પ્રચાર નહીં કરે. તેઓ પ્રતિકાત્મક રીતે શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માત્ર એક બેઠક કરશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પહેલા એ માંગ કરી હતી કે બંગાળના બાકી તબક્કાઓમાં ચૂંટણી એક સાથે કરાવવામાં આવે.
મમતા બેનર્જી પહેલા કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પણ એલાન કર્યું હતું કે તેઓ કોરોના સંક્રમણના કારણે બંગાળમાં પોતાના આગામી ચૂંટણી રેલીઓ રદ્દ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.