-અસદુદ્દીન ઓવૈસીના આગમનથી મમતા ચિંતિત
ભાજપના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ શ્રી દિલીપ ઘોષની કાર પર ગુરૂવારે હુમલો થયો હતો. સદ્ભાગ્યે દિલીપ ઘોષ કારમાં નહોતા. તેમની કાર પર હુમલો થયા બાદ એવો આક્ષેપ થયો હતો કે ડાબેરીઓની જેમ મમતા હવે રઘવાયાં થઇને ચૂંટણીલક્ષી હિંસા કરાવી રહ્યાં હતાં.
એક તરફ ખુદ મમતાના તૃણમૂલ કોંગ્રેસમાં બળવાની હવા હતી, દિવસે દિવસે ભાજપની વગ વધી રહી હતી અને આટલું ઓછું હોય તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠક મેળવ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો અને તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હ તી.
ઓવૈસી એટલેથી અટક્યા નહોતા. તેમણે મમતા બેનરજીની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે મમતાએ માત્ર ચૂંટણી જીતવા માટે મુસ્લિમોનો ગેરઉપયોગ કર્યો હતો. જો તેમણે મુસ્લિમો માટે કંઇક નક્કર કર્યું હોત તો ભાજપને 18 જેટલી બેઠકો શી રીતે મળી હોત. આમ મમતાને લાગે છે કે હવે પોતે ચારે બાજુથી ઘેરાઇ રહ્યાં હતાં. છેલ્લા થોડા સમયથી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓ અને કાર્યકરો પર હુમલાના બનાવો વધી રહ્યા હતા.
ભાજપે તો ત્યાં સુધી આક્ષેપ કર્યો હતો કે મમતા ભાજપના નેતાઓની હત્યા કરાવવા માટે બાંગ્લા દેશના સુપારી કીલર્સને બોલાવતા હતા. પશ્ચિમ બંગાળમાં હિંસાનો આરંભ 1970ના દાયકામાં થયો હતો જ્યારે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનો ઉદય થઇ રહ્યો હતો. એ પછી તો જ્યોતિ બસુની ડાબેરી સરકારે ત્રણ દાયકા સુધી પશ્ચિમ બંગાળમાં રાજ કર્યું. એ સમયે વિરોધીઓની છડેચોક હત્યા કરાતી હતી. મમતાએ ડાબેરીઓને હરાવ્યા. હવે મમતા પર ડાબેરીઓની જેમ હત્યાઓ કરાવવાનો આક્ષેપ લાગ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.