મમતા સરકાર સામે ભાજપનું પ્રદર્શન, રાજ્યપાલે કહ્યું – બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમી

પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત મમતા બેનર્જી અને ભાજપ આમને સામને આવી ગયા છે. આ વખતે તો વાત ઘણી વધી ગઇ છે. ભાજપના કાર્યકર્તાઓ ઉપર પોલીસે કરેલી કાર્યવાહી બાદ મમતા સરકાર અને ભાજપ વચ્ચે સંઘર્ષ વધ્યો છે. ત્યારે શુક્રવારે પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ટીએમસી સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. થોડા દિવસો પહેલા ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં આ પ્રદર્શન હતું. આ સિવાય બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ભાજપના કાર્યકર્તાઓની હત્યી પણ થઇ રહી છે. તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

આ સિવાય અવાર નવાર મમતા સરકારનો વિરોધ કરી ચુકેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખેડ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમી છે. અહીં અલકાયદા જેવા આતંકી સંગઠનો સક્રિય છે. જે દેશની સુરક્ષા માટે પડકાર સમાન છે. 6 લોકોની અહીંથી ધરપકડ કરવામાં આવી છએ અને જે 3 લોકો અન્ય જગ્યાએથી પકડાયા છે તેમના સંબંધ પણ બંગાળ સાથે જ છે. જ્યારે પોલીસ અને એજન્સીઓને આ વાતની ખબર જ નથી.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એનઆઇએ દ્વારા પશ્ચિમ બંગાળમાંથી 6 અને કેરળમાંથી 3 લોકોની ધરપકડ કરી હતી. જેની સાથે જ અલકાયદા મડ્યુલનો પર્દાફાશ થયો હતો. તો આ તરફ પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષે જણાવ્યું કે રાજ્યની પોલીસ ટીએમસીના કાર્યકર તરીકેનું કામ કરે છે. એક વાત સ્પષ્ટ છે કે મમતા બેનર્જી ગભરાયેલા છે, માટે પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.