મમતા સરકારનો નિર્ણય: પશ્ચિમ બંગાળમાં 1લી જુનથી ખુલશે ધાર્મિક સ્થળો

કોરોના સંકટને લઈને દેશભરમાં લોકડાઉન હતુ અને ધીમે-ધીમે આ લોકડાઉનમાં રાજ્ય સરકારો દ્વારા રાહત આપવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં 1લી જુનથી મંદિરો ખોલવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, રાજ્યમાં ધાર્મિક સ્થળો 1લી જુનથી ખોલી દેવામાં આવશે. જેના માટે અમુક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.

મમતા બેનર્જીએ જાહેરાત કરી કે, 1લી જુનથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો સવારે 10 વાગ્યાથી ખોલવામાં આવશે. કોઈ પણ લોકોને ધાર્મિક સ્થળોએ એકઠાં થવાની મંજુરી આપવામાં આવશે નહી. ધાર્મિક સ્થળોએ હાલમાં સેનેટાઈઝેશનની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. મને આશા છે ભારત સરકાર પણ આને સ્વિકારશે.

આ સાથે જ શુક્રવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ અન્ય

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.