મન કી બાતમાં પીએમ મોદીએ દેશવાસીઓને એક વાર ફરી દશેરાની શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ કહ્યુ કે દશેરા સંકટ પર જીતનું પર્વ છે. દશેરા અસત્ય પર સત્યની જીતનું પર્વ પણ છે.
અત્યારે તહેવારનો સમય ચાલી રહ્યો છે. આ દરમિયાન લોકો ખરીદી કરશે. આપ ખરીદી દરમિયાન વોકલ ફોર લોકલનો સંદેશ જરૂર યાદ રાખો અને સ્વદેશી સામાનને ખરીદો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભકામનાઓ આપતા કહ્યુ કે આ વખતે દિવાળીમાં એક દીવો સરહદ પર તૈનાત સૈનિકના નામે પ્રગટાવો.
પીએમ મોદીએ કહ્યુ, આપણે આપણા તે જાંબાઝ સૈનિકોને પણ યાદ રાખવાના છે, જે આ તહેવારોમાં પણ સરહદ પર છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ પોતાના તહેવાર મનાવવાના છે. આપણે એક દીવો ભારત માતાના તે વીર દિકરા-દીકરીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનો છે. હુ પોતાના વીર જવાનોને કહેવા માગુ છુ કે આપ ભલે સરહદ પર હોય, પરંતુ સમગ્ર દેશ આપની સાથે છે. આપની માટે કામના કરી રહ્યો છે, હુ તે પરિવારના ત્યાગને નમન કરૂ છુ, જેમના દિકરા-દીકરીઓ આજે સરહદ પર છે.
પીએમ મોદીએ લોકોને એક વાર ફરી અપીલ કરી છે કે તેઓ તહેવાર દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે.
વડા પ્રધાન મોદીએ ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ખાદી આપણી સાદગીની ઓળખ રહી છે પરંતુ આપણી ખાદી આજે ઈકો ફ્રેન્ડલી ફ્રેબિક તરીકે ઓળખવામાં આવી રહી છે આ બૉડી ફ્રેન્ડલી ફ્રેબ્રિક પણ છે.
વડાપ્રધાન મોદીએ મેક્સિકો શહેર ઓહાકાનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે ત્યાંની ખાદી ઓહાકા ખાદીના નામથી પ્રસિદ્ધ છે. પીએમ મોદીએ કહ્યુ કે ઓહાકાના એક યુવક માર્ક બ્રાઉન ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા કે તે મેક્સિકોમાં જઈને ખાદીનું કામ શરૂ કર્યુ.
વડાપ્રધાને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા તેમના સેન્સ ઑફ હ્યુમરને યાદ કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે જરા તે લોખંડી પુરૂષની છબીની કલ્પના કરો જે રાજા-રજવાડા સાથે વાત કરી રહ્યા હતા અને જન આંદોલનની વ્યવસ્થા કરી રહ્યા હતા. આ તમામ વચ્ચે તેમનું સેન્સ ઑફ હ્યુમર પૂરા રંગમાં છવાયેલુ હતુ. પીએમે કહ્યુ કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ કેમ ન હોય, પરંતુ વ્યક્તિએ પોતાના સેન્સ ઑફ હ્યુમરને જીવતુ રાખવુ જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આપણો દેશ એક છે, પરંતુ એવી તાકાતો પણ છે જે આપણા મનમાં શંકાનુ બીજ રોપવાનો પ્રયત્ન કરતી રહી છે. દેશે એવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ દેશની એકતાનો પ્રચાર પ્રસાર કરનારી વેબસાઈટ ekbharat gov જોવા કહ્યુ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે લોકડાઉન દરમિયાન ટેકનિક આધારિત કેટલાક પ્રયોગ આપણા દેશમાં થયા છે. ઝારખંડમાં નાના સ્તરે મહિલાઓએ ફાર્મ ફ્રેશ નામની એક એપ બનાવી જેના દ્વારા લોકો તાજા શાકભાજી ઘર સુધી મંગાવી શકતા હતા. પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ આ રીતને પ્રયોગ કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જમ્મુ-કાશ્મીરનું પુલવામા સમગ્ર દેશને ભણાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર ખીણ સમગ્ર દેશની લગભગ 90 ટકા પેન્સિલ સ્લેટની માગને પૂરી કરે છે અને તેમાં પુલવામાની ભાગીદારી છે. પીએમ મોદીએ કહ્યુ કે એક સમયે દેશને પેન્સિલનુ લાકડુ વિદેશમાંથી મંગાવવુ પડતુ હતુ પરંતુ પુલવામા આપણને આ વિશે આત્મનિર્ભર બનાવી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.