જૂનાગઢ એલસીબીએ ફરી એક વખત આ જૂનાગઢ શહેરમાંથી રૂ 5.50 લાખની 55 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી છે અને જૂનાગઢ પોલીસે ડ્રગ્સના સોદાગર એવા મુંબઈના સાગરદાદા ને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.અને તે સાથે જૂનાગઢમાં ડ્રગ્સ કોને આપવામાં આવી રહ્યો હતો તથા આ ડ્રગ્સનો કોણ ઉપયોગ કરવાનું હતું તે સહિતની જૂનાગઢ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન શહેરના મજેવડી દરવાજાથી સિવિલ હોસ્પીટલ તરફ જવાના રસ્તે જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં રહેતો સાગર ઉફે સાગરો રાઠોડ પોતાના મોટર સાયકલ પર નીકળેલ તે દરમિયાન એલ.સી.બી. ટીમે આ શખ્સને રોકી અને તેની તલાસી લેતા તેમની પાસેથી રૂ. 5.50 લાખની કિંમતનો 55 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા તેને પકડી પાડી, પોલીસ સ્ટેશને લઇ જઇ, વિશેષ પૂછપરછ કરતા આ જથ્થો તેણે મુંબઈ વાળા સાગરદાદા પાસેથી મંગાવ્યો હોવાની કેફીયત આપી હતી.
જૂનાગઢ એલ.સી.બી. એ જૂનાગઢના સાગર ઉફે સાગરો રાઠોડના કબજામાંથી મળી આવેલ રૂ. 5.50 લાખની કિંમતનો 55 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઉપરાંત 2 મોબાઇલ કિંમત રૂ. 11,000 તથા રોકડ રૂ.23,800 તથા મો.સા.-1 કિ. રૂ. 70,000 મળી કુલ કિ. રૂ. 6,54,800 નો મુદ્દામાલ જપ્ત કરી, ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા સાગર ઉફે સાગરો રાઠોડ તથા ડ્રગ્સની જથ્થો આપનાર મુંબઈના સાગર દાદા સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં જૂનાગઢ એલસીબી પીએસઆઇ. ડી.જી.બડવા એ ગુનો નોંધાયેલ છે.
જૂનાગઢમાંથી પકડાયેલા મેકેડ્રોન ડ્રગ્સના જથ્થા ના આ ગુનાની તપાસ જુનાગઢ એસ.ઓ.જી. પો.ઇન્સ. એ.એમ.ગોહિલ એ શરૂ કરી છે અને હાજર નહીં મળી આવેલા પક્ષના સોદાગર મુંબઈના સાગર દાદાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.