મંદીના પગલે BCCI એ ઉચ્ચ અધિકારીઓનો પગાર કાપ અને સ્ટાફની છટણી કરવાનો લીધો નિર્ણય

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ આ કોવિડ-19 સંકટમાં હજુ સુધી પગારકાપ અથવા તો સ્ટાફની છટણી  જેવા પગલા લીધા નથી, જો કે બોર્ડનાં એક અધિકારીનું માનીએ તો Bcci  ટોચનાં તમામ અધિકારીઓને ધ્યાનમાં રાખતા વેતનકાપની સંભાવના પર ચર્ચા કરી શકે છે.

આ પહેલા BCCI નાં ખજાનચી અરૂણ ધુમલે સંકેત આપ્યા હતા કે આઇપીએલની 13મી સીઝન પર ઘણુખરૂ નિર્ભર કરે છે, કેમ કે તેમાં ઘણો રૂપિયો દાવ પર લાગ્યો છે.

અધિકારીએ કહ્યું અમે હજુ સુધી વેતન કાપનાં મુદ્દા પર ચર્ચા કરી નથી, પરંતું અમે બેઠકમાં આ અંગે વાત કરીશું અને વિચારવિમર્શ કરીશું કે આ તમામ બાબતોની શું અસર થશે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણઁય લઇશું, વેતનકાપ અને છટણીની સંભાવના છે.

અધિકારીઓએ કહ્યું હવે જોકે આઇપીએલ તો યોજાઇ રહી છે તો  અમે આ અંગે ચર્ચા કરીશું, ફક્ત આઇપીએલની સફળતા પર આધાર રાખે છે. મુખ્ય સ્પોન્સર કરાર (222 કરોડ), ગઇ વખતનાં કરાર(વીવો 440 કરોડ)થી વધું નથી, જોઇએ કે ઓછામાં ઓછા નુકસાનમાં યોજાઇ શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રોલિયા, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ, વેસ્ટઇન્ડીઝ, અને ન્યુઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ખિલાડીઓ અને સ્ટાફનાં વેતનમાં ઘટાડો કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.