મંદીની પકડમાં આવી શકે છે દુનિયા, રોગચાળાએ બદલ્યો ભારતનાં આર્થિક વિકાસનો અભિગમ: RBI

કોરોના વાયરસનાં પ્રકોપે આર્થિક સુધારા માટે ભારતનાં દ્રષ્ટીકોણને ઝડપથી બદલી નાખ્યો છે, કોવિડ -19નાં ફાટી નિકળ્યા પહેલા ભારત 2020-21 વિકાસના પરિપ્રેક્ષ્ય પર નજર રાખતું હતું, હવે કોવિડ -19 રોગચાળાએ આ દૃષ્ટિકોણને નોંધપાત્ર રીતે બદલી નાખ્યો છે. સમગ્ર વિશ્વમાં 2020 માં મંદીની સંભાવના છે.

આ બાબત ભારતીય રિઝર્વ બેંકએ પોતાની નાણાકિય નિતી અંગેનાં રિપોર્ટમાં લખ્યું છે કે દક્ષિણ એશિયાનાં વિકાસનાં એન્જીનને આ રોગચાળાએ પ્રભાવિત કર્યો છે, 2019નાં છેલ્લા 3 મહિનામાં ભારતનું અર્થતંત્ર 6 વર્ષથી વધુ સમયમાં પોતાની સૌથી ધીમી ગતિથી આગળ વધી અને 5 ટકા જ રહી છે, જે એક દશકમાં સૌથી ઓછી છે.

RBIએ  જેવું  ગત મહિને પોતાનાં નિતીગત નિવેદનમાં કહ્યું હતું કે સ્થિતિ ખુબ જ અનિશ્ચિત બની છે, આ જ કારણે જીડીપી વિકાસ દર અંગે કોઇ અનુમાન લગાવવું ટાળવું જોઇએ.

વર્તમાન સ્થિતિને “અત્યંત તરલ” રૂપે વર્ણવતા કેન્દ્રીય બેંકે કહ્યું કે તે આ કોવિડ-19 ની તીવ્રતા, ફેલાવા અને સમયગાળાનું આંકલન કરી રહ્યા છે.

આરબીઆઇએ છેલ્લા મહિનાનાં અંતમાં એક કટોકટીપુર્ણ પગલું ઉઠાવતા 75 આધાર અંકોનો મોટો કાપ મુક્યો, અને સ્થાનિક બજારોની તરલતાને વધારવા માટે કેટલાય ઉપાયોની ઘોષણા કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.