લોકોને ખુશ રાખવા મોદી સરકાર લેટિન અમેરિકન દેશોના રસ્તા પર આગળ વધી રહ્યું છે
રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને મોદી સરકાર પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રાજને અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં યોજાયેલા એક વકત્વ્યમાં કહ્યુ હતુ કે, સરકારની તાનાશાહી દેશને અંધકાર અને અનિશ્ચતતાઓના રસ્તા પર લઈ જઈ રહી છે. સરકારની નીતિઓ ભારતના અર્થતંત્રને લાંબા ગાળાઓની સમસ્યા તરફ ધકેલી રહી છે.
તેમણે કહ્યુ હતુ કે, લોકોને ખુશ રાખવા માટે મોદી સરકારની નીતિઓના કારણે ભારત લેટિન અમેરિકન દેશોના રસ્તા પર આગળ વધી રહ્યુ છે. દેશના અર્થતંત્રના ધીમા પડી ગયેલા વેગ માટે તેમણે સરકારે જવાબદાર ઠેરવતા કહ્યુ હતુ કે, ખોટી રીતે લાગુ કરાયેલી નોટબંધી અને જીએસટીના કારણે આ સ્થિતિ પેદા થઈ છે.
રાજને કહ્યુ હતુ કે, દેશનો આર્થિક વિકાસ દર ઓછો થઈ રહ્યો છે છતાં પણ સરકાર વેલફેર સ્કીમોને આગળ ધપાવી રહી છે. આ માટે સરકાર પર દબાણ છે તે વાત સમજી શકાય તેવી છે પણ આ રીતે સરકાર સતત ખર્ચો કરી શકે નહી. 2005માં વૈશ્વિક મંદીની આગાહી કરનારા રઘુરામ રાજને કહ્યુ હતુ કે, ફાઈનાન્સ અ્ને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે સ્લોડાઉન જોવા મળી રહ્યુ છે તે મંદીનો સંકેત છે.જોકે આર્થિક વિકાસને આગળ વધારવામાં સફળતા નથી મળી તે જ બાબત મંદીનુ મુખ્ય કારણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.