મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન,સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે…..!!

રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જે ગાઇડલાઇન આપશે તે પ્રમાણે રથયાત્રા નીકળશે. દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, રથયાત્રા માટે અમદાવાદ પોલીસ કમિશનરમાં પરમિશન માંગી છે. હજુ સુધી રથયાત્રાને લઇ સરકારે કોઈ બાંહેધરી આપી નથી.

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે બસ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી, પરંતુ સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે.

બીજો એક્શન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરે અને ત્રીજો એક્શન પ્લાન જો સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા અને સપ્તર્ષિના આરાથી આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે. જોકે, મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મંદિરમાં લોકો મગનો પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 12 મી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમિત શાહ આ વખતે પણ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં મંગળા આરતીનો લ્હાવો લેશે એવું પણ મનાઈ રહ્યું છે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.