સ્વયંભૂ લોકડાઉન વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ,કલેક્ટરે ચૌત્રી નવરાત્રી મેળો,મંદિરો બંધ કરાવ્યા પણ SOU ચાલુ

કોરોનાનું સંક્રમણ વધ્યું હોવા છતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રખાતા વિવાદ સર્જાયો છે. નર્મદા જિલ્લામાં સંક્રમણ ન વધે તે માટે જિલ્લાના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર ક્યું છે. બીજી તરફ તંત્ર જ બેદરકારી દાખવી રહ્યું છે અને બહારના પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આવકારી રહ્યા છે.

કોરોનાને લઇ નર્મદા જિલ્લામાં 3 દિવસથી સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યુ છે. પણ સ્વયંભૂ લોકડાઉન વચ્ચે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ જ છે. કલેક્ટરે ચૈત્રી નવરાત્રી મેળો, મંદિરો બંધ કરાવ્યા પણ SOU ચાલુ રાખવામાં આવ્યુ છે. કોરોનાકાળમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી રખાયુ છે ચાલુ. જિલ્લા કોંગ્રેસ-સ્થાનિકોએ SOU બંધ રાખવા માગ કરી છે.

આ મુદ્દે કોંગ્રેસ અને સ્થાનિકોએ પણ રજૂઆત કરી છે કે, મહામારીના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવે. બીજી તરફ  સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રખાતા અનેક સવાલો પણ ઉઠ્યા છે. સવલ છે કે, શું સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં તંત્ર બહારના લોકોને આવકારી સંક્રમણ વધારવા માગી રહ્યું છે ?

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 73 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4995 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1424 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 231 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 317 કેસ, જ્યારે ગ્રામ્યમાં 135 કેસ નોંધાયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.