નાસા બાદ હવે યુરોપની સ્પેસ એજન્સી મંગળ ગ્રહ પર જવાની તૈયારી કરી રહી છે. આ મિશનને એક્સોમાર્શ નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, સ્વીડનની હૈબિટ ઉપકરણ આગામી વર્ષે મંગળ ગ્રહ પર મોકલવામાં આવશે. આ મિશનમાં મંગળ ગ્રહ પર પાણીની તરલ અવસ્થામાં રહેવાની સંભાવના અંગે તપાસ કરાશે. સાથે જ મંગળ ગ્રહનાં વાતાવરણમાંથી પાણી તૈયાર કરવાની પુષ્ટિ પણ કરવામાં આવશે. આ મિશન માટેની ટીમમાં એક ભારતીય મૂળનાં વૈજ્ઞાનિકને પણ સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય મૂળનાં વૈજ્ઞાનિક ડો. અંશુમાન ભારદ્વાજને એક્સોમાર્શ મિશન માટે પસંદ કરાયો છે. અંશુમાન બિહારનાં ગોપાલગંજ જિલ્લાના કટેયાના ધરહરા મેલા ગામનો મૂળ નિવાસી છે. તેણે સ્કુલનું શિક્ષણ બેતિયાની જવાહર નવોદય વિદ્યાલયથી મેળવ્યું હતું. જે બાદ તે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં બાયો મેડિકલમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. જે બાદ તેની પસંદગી ડીઆરડીઓમાં વૈજ્ઞાનિક તરીકે થઈ હતી. હાલ તે સ્વીડનની લૂલિયા યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં પ્રોફેસરનાં પદ પર કાર્યરત છે. જણાવી દઈએ કે, આ ટીમમાં તે ભારતીય મૂળનો સૌથી ઓછી ઉંમરનો વૈજ્ઞાનિક છે. અંશુમાનના માતા પિતા બંને શિક્ષક છે.
હૈબિટ ઉપકરણનું રિસર્ચ 14-15 વૈજ્ઞાનિકોની ટીમ કરશે. આ ઉપકરણને ખાસ રીતે ડિઝાઈન કરાયું છે. ઉપકરણ દ્વારા મોકલાયેલાં સંકેતો અને ડેટાનાં આધાર પર વૈજ્ઞાનિકોની ટીમ વિશ્લેષણ કરીને નિષ્કર્ષ પર પહોંચશે. જણાવી દઈએ કે, મંગળ ગ્રહનાં વાતાવરણ અને પ્રકૃતિ પર શોધ માટે વર્ષ 2018માં નાસાએ ઈનસાઈટ લેન્ડર મોકલ્યું હતું. હવે સ્વીડન અને અન્ય યુરોપીય દેશ મંગળ પર માનવ જીવનની સંભાવનાઓ શોધવા માટે આગામી વર્ષે મિશન મોકલી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.